મુખ્ય સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઈ શ્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. આ રૂપિયા કેનલ શાહે તેમની ઓફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડીયા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જયુભાને ફેબ્રુઆરી મહિનામાં મોકલ્યા હતા.
પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ શ્વેતા જાડેજા વચ્ચે થયેલા વોટ્સએપ ચેટિંગના સ્ક્રીનશોટ તેમજ કોલ રેકોર્ડિગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમજ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક સ્ટેટમેન્ટ અને આંગડિયા પેઢીના માલિકે પણ બે વાર આ વ્યવહારો થયા અંગે નિવેદન આપ્યું છે.