અમદાવાદ: મોટા શહેરના પોલીસ કમિશનરના જમાઈને પેટની તકલીફ હોવાથી તેઓ તેમની પત્ની અને પરિવારની એક મહિલા સાથે એસ.જી.હાઈવે પર આવેલી એક ક્લિનિકમાં સારવાર માટે આવ્યા હતાં તે સમયે તેમની ગાડી ઘર પાસેથી હટાવી લેવાના મુદ્દે બે શખ્સોએ પોલીસ કમિશ્નરના જમાઈ અને ડ્રાઈવર પર લાકડી અને પટ્ટાથી હુમલો કર્યો હતો.
ત્યાર બાદ તેમની દીકરી સાથે પણ ઝપાઝપી કરી પરિવારની એક મહિલા સાથે પણ મારામારી કરી હતી. ઝઘડો થતાં જ આસપાસના લોકોનું ટોળું વળ્યું હતું. આ ઘટના અંગે ડ્રાઈવરની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી.
બંને શખ્સે ગાડી તેમના ઘર પાસેથી હટાવી લેવા બાબતે ઝઘડો કર્યો હતો ત્યાર બાદ ગાડીની હવા કાઢી નાખી હતી. જેથી આ અંગે ડ્રાઈવરે પોલીસ કમિશ્નરના જમાઈને વાત કરતા તેઓ બહાર આવ્યા ત્યારે તે બંને યુવાનોએ તેમને ગાડી હટાવી લેવા કહીને મારામારી કરી હતી.
આ અંગે પોલીસ કમિશ્નરની પુત્રીએ પોલીસને ફોન કરતાં વસ્ત્રાપુર પોલીસ બંને હુમલાખોરને પકડીને લઈ ગઈ હતી. બંને આરોપીનું નામ પરેશ દેસાઈ અને આશિષ દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રાઈવરની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
અમદાવાદ: બે શખ્સોને સુરત પોલીસ કમિશ્નરની પુત્રી-જમાઈ પર જાહેરમાં હુમલો કરવો ભારે પડ્યો? જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2020 10:04 AM (IST)
આરતીબેને પોલીસને ફોન કરતાં વસ્ત્રાપુર પોલીસ બંને હુમલાખોરને પકડીને લઈ ગઈ હતી. બંને આરોપીનું નામ પરેશ દેસાઈ અને આશિષ દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -