રાહુલ ગાંધીએ કોર્ટમાં જુબાની આપતાં પહેલા સ્વાતિ હોટલમાં ગુજરાતી ભોજનની મજા માણી હતી. તેમની સાથે પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ પણ ગુજરાતી જમવાની મજા માણી હતી. મહત્વનું છે કે આ પહેલાં પણ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી વખતે પણ અહીં જમણવાર કરી ચુક્યાં છે.
સ્વાતિ હોટલમાં રાહુલ ગાંધીએ પાણીપુરી, પાતરાં, ખીચડી, હાંડવી સહિતની ગુજરાતી વાનગીઓની મજા માણી હતી.
રાહુલ ગાંધીનાં ગુજરાતી જમણને કારણે રેસ્ટોરન્ટનો સ્ટાફ તો ઘણો જ ખુશ થઈ ગયો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનાં સ્ટાફ સાથે સેલ્ફી પણ પડાવી હતી. રાહુલ ગાંધીને જોવા હોટલની બહાર લોકોની લાઈનો લાગી હતી.