અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વસ્ત્રાલ, નરોડા, નારોલ અને નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. નારોલ, ઈસનપુર, જશોદાનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  બે દિવસના વિરામ બાદ વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાત્રિના સમયે દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જેથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે.   



 


હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી


ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક પછી એક વરસાદની સિસ્ટમ સક્રીય થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. 23થી 26 જૂલાઈ વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 29 જૂલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી


ગુજરાતમાં 17થી 20 જૂલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થશે. રાજ્યમાં આગાણી 17 જૂલાઈથી  19 જૂલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 5થી 6 ઈંચ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય  આહવા,  ડાંગ,  સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.   અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં  રાજકોટ,  મોરબી અને સુરેન્દ્રનગરમાં  પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 


30 જૂલાઈથી ફરી ભારે વરસાદની આગાહી


મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, સાવલી અને અમદાવાદ સુધી ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દાહોદ,  પાવાગઢ સુધી  ભારે વરસાદની તેમણે આગાહી કરી છે. 30 જૂલાઈથી ફરી ભારે વરસાદની આગાહી છે.  વરસાદી સિસ્ટમ ફરી બંગાળ સાગરમાં આવશે એટલે 30 જૂલાઈથી 5 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial