Rain News: લાંબા વિરામ બાદ અમદાવાદમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. મેઘરાજા આજે શહેર પર મહેરબાન થયા છે. બપોરના સમયથી શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ શહેરના સોલા, ગોતા, ઇસ્કોન, સરખેજ સહિતના વિસ્તારોમાં ખાબક્યો હતો. આ ઉપરાંત પાલડી, શાહીબાગ, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા શરૂ થયા હતા. 


અમદાવાદ શહેરમા સવારથી જ કાળા ડિંબાગ વાદળ છવાયેલા જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, અમદાવાદમાં આ સિઝનનો અત્યાર સુધી 56 ટકા જ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી માત્ર 17.50 ઈંચ જ વરસાદ વરસ્યો છે. અમદાવાદ જિલ્લામાં પણ સિઝનમાં માત્ર 51.71 ટકા જ વરસાદ વરસ્યો છે. આગામી 24 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 


અમદાવાદ પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના ગ્રામિણ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યુ હતુ. આજે બપોરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેમાં નવરંગપુરા, રાણીપ, પાલડી, વાસણા, વાડજમાં વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જીવરાજ પાર્ક, વેજલપુર, અંજલી બ્રિજ, ધરણીધર, લાલદરવાજા, આસ્ટોડિયા, સોલા, ગોતા, થલતેજ, પાલડી, નહેરુનગર, માણેક બાગ, શિવરંજની, જોધપુર, મેમનગર, ગુરુકુળ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.


આ પણ વાંચો


Heavy Rain: આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી


Heavy Rain: આગામી 7 દિવસમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, વાંચો લેટેસ્ટ આગાહી


Rain: તહેવારોમાં જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો કઇ તારીખોમાં છે વરસાદની લેટેસ્ટ આગાહી