Rain: ગુજરાતમાં અત્યારે મેઘરાજા વિરામ પર છે, પરંતુ આગામી દિવસોમાં ફરીથી રાજ્યને ઘમરોળશે. તાજા અપડેટ પ્રમાણે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 22 અને 23 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. જાણો હવામાનની આગાહી અને વરસાદને લઇને શું સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. 


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની ફરીથી આગાહી કરવામાં આવી છે, આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, બે સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ વરસશે. આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે, આ ઉપરાંત સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ તાંડવ મચાવી શકે છે. આગામી 5 દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી છે તે જોતા કહી શકાય કે રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદનો માહોલ બનશે. 


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આખા ગુજરાતમાં આજે ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 20મી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. બુધવાર અને ગુરૂવારે એટલે 21 અને 22મી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 23 અને 24મી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


રાજ્યના કુલ 207 પૈકી 52 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 38, કચ્છના છ, તો દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે.  206 પૈકી રાજ્યના 90 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી પૈકી  90 ટકાથી વધુ ભરાયેલા 63 ડેમ હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 17 ડેમ એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.                                         


દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી કરી છે.  હરિયાણા, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સ્થળો પર આજે ભારે વરસાદ  વરસી શકે છે.         


આ પણ વાંચો


Gujarat Rain forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી


Himachal Disaster: હિમાચલમાં વાદળ ફાટતા હાહાકાર, પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 31 લોકોના મોત