અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હાલમાં શહેરમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. સાંજ પડતા અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ઈન્કમટેક્ષ વિસ્તાર અને શાહપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે.  


અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર વરસાદી ઝાપટું પડ્યું છે. વિજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરમાં આજે  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ


ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.   


પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


દક્ષિણ ગુજરાત પર વધુ એકવાર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે.  સુરત, નવસારી અને નર્મદા જિલ્લા પર આકાશી આફતની આગાહી વ્યકત કરવામાં આવી છે.  આ આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.    


હવામાન વિભાગના મતે પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે અને મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ બોટાદ અને ભાવનગરમાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.    


જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે.    


આવતીકાલે ભરૂચ, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે આવતીકાલે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  આવતીકાલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.       


Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ