અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. એસજી હાઈવે, બોપલ, શેલા, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. 


આજે રાજકોટ અને ડાંગ જિલ્લામાં વરસ્યો વરસાદ 


હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઈટારા, હરીપર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. અહીં સાપુતારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું.  


ગુજરાતમાં હાલ ગરમીમાં આંશિક રાહત મળી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈ કોઈ શક્યતા દેખાઇ રહી નથી.  હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


વરસાદ અને ચોમાસાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી 


14 જૂનના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.


15 જૂનના રોજ રાજ્યમાં  છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને  ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  


16 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 


17 જૂનના રોજ  વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  


18 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


19 જૂને ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ,  દાદરા નગર હવેલી,  અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  


હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.  આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજકોટ જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.