Unseasonal Rain:  અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આગઝરતી ગરમી વચ્ચે ધીમી ધારે કમોસમી વરસાદ શરુ થયો હતો. અમદાવાદના શેલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.




અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો


અમદાવાદના શેલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


 



અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમા પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને ભારે  હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્યામલ, ગોતા, ઘાટલોડિયા, રાણીપ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. સોલા,સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. 


ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, કમોસમી વરસાદથી ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ ડહોળાયુ છે. હવામાન વિભાગ અને આગાહીકારોએ થોડાક દિવસો પહેલા જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. 


ઉનાળાની ભરબપોરે આજે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે રાજ્યમાં કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ કચ્છમાં પડ્યો હતો, આજે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ પડ્યો, જિલ્લામાં રાપર અને અંજાર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દેશલપર, સામત્રા, માનકુવા, દેશલપર વાંઢ, કેરા સહિત ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા જોવા મળ્યા હતા, કમોસમી વરસાદ થતાં જિલ્લામાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યુ છે. 


કચ્છ ઉપરાંત આજે અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયુ, જેમાં ખાસ કરીને દલખાણીયા, આંબાગાળા, પાણીયા, મીઠાપુરમાં વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે.  ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે સતત બે દિવસથી રાજ્યમાં ઠેર ઠેર માવઠું થઇ રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે ફરી એકવાર કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, દ્વારકા અને અમરેલીમાં વરસાદ પડ્યો હતો.