અમદાવાદ: સમગ્ર રાજયમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઓઢવ, સાયન્સ સિટી, પ્રહલાદનગર, એસજી હાઈવે, વાડજ, રાણીપ, ઘાટલોડિયા, ગોતા, શૈલા, શીલજ અને સરખેજ અને બોપલ-ઘુમા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો.


ભારે પવન અને વરસાદના કારણે વાહનચાલકો પરેશાન થયા. ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાતા સાંજે નોકરી-ધંધા પરથી પરત ફરતી વખતે લોકોને હાલાકી પડી. અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ખૂબ પરેશાની પડી. બોળકદેવ ફાયરસ્ટેશનની બહાર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.

અમદાવાદની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સાંજે ગાંધીનગર શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા.