અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ બુધવારે જણાવ્યું કે, તેમણે કોરોના રસી માટે માનવ પરીક્ષણ શરૂ કરી દીધું છે. કંપનીના કહેવા મુજબ ZyCoV-D, પ્લાસ્મિડ ડીએનએ વેક્સીન સુરક્ષિતમાનવામાં આવ્યું છે. આ પહેલા કોરોના વેક્સીનના ક્લીનિક્લ ટ્રાયલમાં રોગપ્રતિકારક અને ઈમ્યુનિટી ટેસ્ટના સારા પરિણામ સામે આવ્યા છે.
આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે આ દવાના એડેપ્ટિવ ફેઝ-1 અને 2 માટે આજે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2020માં કોરોના માટે એક્સિલરેટેડ રસી વિકાસ કાર્યક્રમ શરૂ થયા પછી, રસીનો માનવ ડોઝ એ એક મહત્ત્વનું પગલું છે. આ તબક્કે રસીની માત્રામાં વધારો, મલ્ટિ-સેન્ટ્રીક સ્ટડી રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે. ફેબ્રુઆરી 2020માં કોરોના માટે એક્સિલરેટેડ રસી વિકાસ કાર્યક્રમ શરૂ થયા પછી, રસીનો માનવ ડોઝ એ એક મહત્ત્વનું પગલું છે.
વિવિધ ક્લિનિકલ સ્ટડી સાઇટ ઉપર 1000 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. કંપનીના ચેરમેન ચેરમેન પંકજ પટેલે કહ્યું કે, કોવિડ-19 સામેની આપણી લડતમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. અમે ઝાયકોવ-ડી વેક્સિન કેન્ડિડેટના ડેવલપમેન્ટમાં ભારત અને નિયમનકારી એજન્સીઓ ICMR અને DGCI, રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન, BIRAC, બાયોટેકનોલોજી વિભાગ, સરકારના સમર્થનને સ્વીકારીએ છીએ. અમે એડેપ્ટિવ ફેઝ-1 અને 2ના આધારે આવતા અમુક મહિનાઓમાં ZyCoV-D પર મહત્વપૂર્ણ ડેટા મેળવીશું.
ગઈકાલે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યું, સમગ્ર વિશ્વમાં કુલ વેક્સીનનો 60 ટકા સપ્લાઇ કરતા ભારતની કોરોનાની વેક્સીન ચેનમાં મહત્વની ભૂમિકા સુનિશ્ચિત કરી છે. વિશ્વના તમામ દેશ વેક્સીન તૈયાર કરવાની પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવામાં લાગ્યા છે અને તેમાં સફળતા મળી રહી છે. રશિયા તો વેક્સીનનું ટ્રાયલ પૂરું પણ કરી ચુક્યું છે. આ રીતે ચીન, અમેરિકા, બ્રિટન તથા અન્ય દેશો શક્ય તેટલા વહેલી વેક્સીન તૈયાર કરવામાં લાગ્યા છે. દેશમાં ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીનનું માનવ પરીક્ષણ શરૂ થઈ ગયા છે.
ભારતની આ બે કંપનીઓ અલગ અલગ જગ્યાએ હજાર-હજાર લોકો પર વેક્સીનને લઈ ક્લિનિક્લ સ્ટડી કરી રહ્યા છે. તેઓ ઉંદર અને સસલા પર પરીક્ષણ કરી ચુકી છે. ગત મહિને ડ્રગ કંટ્રોલર જનરલને ડેટા આપવામાં આવ્યો હતો, જે બાદ આ બંને કંપનીઓને ચાલુ મહિનાની શરૂઆતમાં પ્રારંભિક તબક્કામાં માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી હતી.