અમદાવાદ: અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરમાં અચાનક જ કાળા વાદળો છવાઈ ગયા હતા. ભારે પવન બાદ વરસાદની શરૂઆત થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો થતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી.
શહેરના એસજી હાઈવે શ્યામલ સેટેલાઈટ, બોપલ, ઘૂમા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. જોધપુર, શિવરંજની, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે.
ગાંધીનગરમાં પણ ભારે પવન ફુંકાયો હતો. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. ગાંધીનગર પોલીસ ભવન પાસે પવનના કારણે ઝાડ પડ્યું હતું. ઝાડ નિચે ગાડી દબાઈ હતી જોકે કોઈ જાનહાની નથી થઈ.