અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. અમદાવાદમાં 262 નવા નવા કેસ સાથે કોરોનાનો આંકડો 13,055 ઉપર પહોંચ્યો છે. ગઈકાલે 289 લોકો સાથે અત્યાર સુધી 9,381 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. ગઈ કાલે 25ના મોત સાથે શહેરમાં કોરોનાને કારણે મોતનો આંકડો ૯૨૩ ઉપર પહોંચ્યો છે. તેમજ હાલ શહેરમાં 2751 એક્ટિવ કેસ છે.


ગઈ કાલે મધ્ય અને પૂર્વ ઝોનમાં સૌથી વધુ 6-6 મોત થયા છે. ઉત્તર ઝોનમાં પાંચ અને દક્ષિણ ઝોનમાં ત્રણના મોત થયા, જ્યારે બાકીના ઝોનમાં એક એક મોત થયા છે. મધ્ય ઝોનમાં 48 નવા કેસ સાથે એક્ટિવ કેસ 346 થયા છે. ઉત્તર ઝોનમાં નવા 64 કેસ સાથે 825 એક્ટિવ કેસ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 15 કેસ સાથે એક્ટિવ કેસ 265 છે. પશ્ચિમ ઝોનમાં નવા 41 કેસ સાથે ૩૯૧ એક્ટિવ કેસ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 41 નવા કેસ સાથે ૧૧૭ એક્ટિવ કેસ છે. પૂર્વ ઝોનમાં 34 નવા કેસ સાથે ૪૬૬ એક્ટિવ કેસ છે. દક્ષિણ ઝોનમાં નવા 39 કે સાથે એક્ટિવ કેસ 341 થયા છે.

એસપી હોસ્પિટલમાં ત્રણ સાથે અત્યાર સુધી કુલ ૧૬૫ લોકોના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં નવા સાત સાથે 453 લોકોના મોત થયા છે. જીસી આર આઈમા નવા ચાર સાથે 69 લોકોના મોત થયા છે. કિડની હોસ્પિટલમાં ત્રણ સાથે અત્યાર સુધી 42 લોકોના મોત થયા છે. તેમજ અન્ય હોસ્પિટલમાં છ સાથે 126 લોકોના મોત થયા છે.