બોટાદઃ બોટાદ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસાના કારણે રાણપુર વેપારી મહામંડળે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે આજથી એટલે કે સોમવારથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બોટાદના રાણપુરમાં વધતા જતા કોરોના કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.
રાણપુર વેપારી મંડળની મીટીંગમાં કોરોના સંક્રમણને અટકાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મંડળે જાહેરાત કરી છે કે, આજે તારીખ-20-7-20 થી 31-7-20 સુધી સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી રાણપુર તમામ દુકાનો, લારી, ગલ્લા, કેબીન સહીતના તમામ ધંધા-રોજગાર ચાલુ રહેશે જ્યારે બપોરના 2 વાગ્યા પછી તમામ ધંધા સ્વયંભૂ બંધ રહેશે અને આ સમય દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.
સૌરાષ્ટ્રના આ શહેરમાં બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે, બપોર પછી સ્વયંભૂ લોકડાઉનનો વેપારીઓનો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2020 10:08 AM (IST)
સોમવારથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -