અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એમાં પણ અમદાવાદમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, ત્યારે શહેરના રેડ ઝોન દાણીલીમડાથી થોડા રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવનો આંકડો સિંગલમાં પહોંચ્યો છે. મળતી વિગતો પ્રમાણે 20 મેના રોજ 4 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા આ પછી 21 મેના રોજ 5 અને 22 મેના રોજ 2 દર્દીઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એપ્રિલ માસમાં સતત કેસ વધતા દાણીલીમડા વિસ્તારમાં જમાલપુર અને બહેરામપુરા બાદ સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ જે વિસ્તારમાં કેસ આવ્યા છે તેની યાદી (20 મે) વિસ્તાર  કેસ જમાલપુર 906 ખાડિયા 631 બહેરામપુરા 534 દાણીલીમડા 451 મણિનગર 403 સરસપુર 319 બાપુનગર 276 ગોમતીપુર 253 પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડદીઠ આંકડા (20 મે) વોર્ડ કેસ નવરંગપુરા 166 વાસણા 119 પાલડી 118 નવા વાડજ 115 ચાંદખેડા 91 સ્ટેડિયમ 47