રાજ્યમાં રેસિડેન્ટ ડૉક્ટરોનું આંદોલન એક અઠવાડિયા સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું, એક સપ્તાહમાં જૂનિયર રેસિડેન્ટ તબીબોના પ્રશ્નો ઉકેલાશે. કુલ એડમિશનની 50 ટકા જગ્યામાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની માસિક 63 હજારના પગારથી ભરતી કરાશે. તે માટે ડીનને અપાયો પાવર. રેસીડેન્ટ ડોક્ટર્સના કાર્યનું ભારણ ઘટાડવા 543 ડોક્ટર્સની હંગામી ધોરણે નિંમણૂક કરાશે.
રાજ્યના આરોગ્ય મંત્રીએ કહ્યું એક સપ્તાહમાં જ સમસ્યાનો ઉકેલ આવી જશે. રાજ્ય સરકારને અનેક રજૂઆત કર્યા બાદ તબીબોના પ્રશ્નોનું નિરાકણ લાવવામાં આવતું ન હોવાથી રેસિડેન્ટ તબીબોએ હડતાલ કરી હતી. હડતાળનો આજે ચોથો દિવસ હતો. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતાં કહ્યું છે કે, જુનિયર તબીબોને 63 હજાર પગાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રેસિડેન્ટ તબીબોનું આંદોલન એક સપ્તાહ માટે મોકૂફ રખાયું છે અને એક સપ્તાહમાં જ સમસ્યાનો ઉકેલ આવશે. 50% જગ્યામાં જુનિયર તબીબોની ભરતી કરાશે. જુનિયર તબીબો માટે પગાર વધારાની જાહેરાત કરવામાં આવી છે. હવે રેસિડેન્ટ તબીબોને માસિક 63 હજાર પગાર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રેસિડેન્ટ ડૉક્ટરોનું ભારણ ઓછું કરવા પ્રયાસ કરાશે. હંગામી ધોરણે 543 રેસિડેન્ટ ડૉક્ટરોની નિમણૂક કરાશે. એટલું જ નહીં 3000 મહિલા નર્સની સરકારે ભરતી કરી છે. મેડિકલ ક્ષેત્રમાં મેન પાવર માટે નવા નિર્ણયો કર્યા છે. સરકાર હકારાત્મક છે ડૉક્ટરોએ પણ સમજવું પડશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આજે મને સમાચાર મળ્યા કે રેસિડેન્ટ ડોકટરોએ પોતાની હડતાળ મુલતવી રાખી છે. રેસિડેન્ટ ડોકટરોએ એક સપ્તાહ માટે હડતાળ મુલતવી રાખી હોવાનો પત્ર પણ મને મળ્યો છે. એડમિશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કુલ ડોકટરની સંખ્યાના 50 ટકાની મર્યાદામાં જુનિયર તબીબો માટે 63 હજારના પગાર સાથે ડોકટર તરીકે નિમણુંક કરવામાં આવશે. ગુજરાત સરકાર ડોકટરના કાર્યભારણ ઓછું કરવા પગલું ભરી રહી છે. સરકાર સ્વાભાવિક નિર્ણય થાય ત્યારે નાણાકીય ખર્ચ જોવું પડે છે, સરકાર પરિપત્ર જાહેર કરશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ડૉક્ટરોની હડતાળ એક સપ્તાહ સુધી મોકૂફ રખાઈ છે. કોવિડ નિયંત્રણોની નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જૂની ગાઈડલાઈન ચાલુ રહે છે. સરકાર સમીક્ષા કરી નિર્ણય લેશે. જરૂર પડશે તેમ ગુજરાત સરકાર કોવિડના નિયંત્રણો બાબતે નિર્ણય લેશે. હાલ 543 ડોક્ટરોની નિમણુંક માટે ડિનને સત્તા આપવામાં આવી છે.