અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ફરી અમદાવાદ મહાનગરપાલિકાનો ઉધડો લીધો છે. ઈંડા અને નોનવેજની લારીઓને દબાણના નામે ઉપાડી લેવાના કોર્પોરેશનની કામગીરીને લઈને હાઈકોર્ટે સખત શબ્દોમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે તે શું ખાશે એ શું હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશનરને આવો અધિકાર કોણે આપ્યો?. હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને અરજંટ ઈશ્યું નોટીસ આપી હતી. હાઈકોર્ટે ટકોર કરી કે, વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં. પ્રશાસન મરજીથી વર્તીને લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય
દિલ્હીની રોહિણી કોર્ટમાં વિસ્ફોટ
દિલ્હીની રોહિણી કોર્ટમાં એક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે અફરાતફરી મચી ગઇ હતી. રિપોર્ટ અનુસાર કોર્ટમાં એક લેપટોપમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું કે તેમને સવારે 10 વાગ્યાને 40 મિનિટે વિસ્ફોટની જાણકારી મળી હતી. અધિકારીઓએ કહ્યું કે કોર્ટની કાર્યવાહી રોકી દેવામાં આવી છે.
વિસ્ફોટમાં કોર્ટ નંબર 102માં તૈનાત પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસનું કહેવું છે કે આ લો ઇન્ટેસિટી બોમ્બ બ્લાસ્ટ હતો. આ એક રીતે ક્રૂડ બોમ્બ હતો. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે તપાસ શરૂ કરી દીધી છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પોલીસને ઘટનાસ્થળ પરથી આઇઇડી વિસ્ફોટક મળ્યા છે. રાકેશ અસ્થાના પણ રોહિણી કોર્ટ માટે રવાના થયા છે.
IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'
India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર