Floating Restaurant Ahmedabad: અમદાવાદની સાબરમતી નદીમાં આજે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને તરતી મુકવામાં આવશે. આગામી એક મહિના સુધી અલગ અલગ પરીક્ષણના ભાગરૂપે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં મૂકવામાં આવશે. હવે નદીમાં બેસીને શહેરીજનો ભોજન લઈ શકે તે પ્રકારની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તૈયાર છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો કોન્ટ્રાક્ટ અક્ષર ટુર એન્ડ ટ્રાવેલ્સને અપાયો છે. તમામ પરીક્ષણમાંથી પસાર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરે તેવી તૈયારી છે. નદીનો વિસ્તાર ઉપયોગ કરવા માટે ખાનગી એજન્સી વાર્ષિક 45 લાખ રૂપિયા AMC ને ચૂકવશે. મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહીતના પદાધિકારીઓ પૂજા કરશે. બે અથવા ત્રણ ક્રેઇનની મદદ વડે ફ્લોટિંગ રેસ્ટોરન્ટને નદીમાં ઉતારવામાં આવશે.
રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝ લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. જો કે, છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ચોથી વખત કરવામાં આવી છે. સૌથી પહેલાં 2012માં, એ પછી 2019માં અને 2021 અને 2022માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી., નદીમાં કાર્યરત દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે. ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો બેસી શકશે. તેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ હશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પ્રોજેક્ટે એ લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.
ગરમીમાં શેકાવા રહો તૈયાર, આ રાજ્યોમાં લૂ નું એલર્ટ, હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
અડધો એપ્રિલ માસ વીતવા આવ્યો છે, કમોસમી વરસાદ બાદ હવે ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીની સાથે-સાથે દિવસ દરમિયાન બહાર નીકળતી વખતે પવનના ઝાપટાનો સામનો કરવો પડે છે. ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે હીટ વેવની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14-17 એપ્રિલની વચ્ચે ગંગાને અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. બિહારમાં 15-17 એપ્રિલ દરમિયાન ગરમીનું મોજું ચાલુ રહી શકે છે. હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે દેશના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં ધીમે ધીમે 3-5 ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી કરી છે.