અમદાવાદ:  ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શાનદાર શરુઆત થઈ ગઈ છે. 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે  મહામુકાબલો છે.  આ  મહામુકાબલાને લઈ અમદાવાદ શહેરમાં હોટેલના ભાડામાં જોરદાર ઉછાળો આવ્યો છે. હોટલ, હોમ સ્ટે, ફાર્મ હાઉસ પીજી બધુ જ હાલમાં આ તારીખમાં ફુલ છે. અમદાવાદ શહેરના મોટી હોટલોમાં રુમ મળી રહ્યા છે. પરંતુ તે રુમનું ભાડુ સાંભળીને તમારી આંખો ચાર થઈ જશે. 




અમદાવાદની હોટલો હાઉસફૂલ


ભારત-પાક મેચને લઈ અમદાવાદમાં હોટલો હાઉસફૂલ છે.  13 અને 14 તારીખે અમદાવાદની હોટલો હાઉસફૂલ છે. 2 દિવસ હોટલના ભાડામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. એક દિવસનું 35 હજારથી લઈ 2 લાખ સુધીનું ભાડું પહોંચી ગયું છે.  હોટલોમાં રૂમ ખુટી પડતા આસપાસના ફાર્મહાઉસની ડિમાન્ડમાં વધારો થયો છે.  


અમદાવાદ ગ્રામ્યમાં ફાર્મહાઉસ ફૂલ


અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં પણ લોકો રુમ બુક કરી રહ્યા છે. ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ શહેરમાં રુમ મળવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. શહેરમાં હોટલોમાં એક દિવસનું રુમનું ભાડુ એક લાખ રુપિયાને પાર પહોંચી ગયું છે. જેના કારણે લોકો સગા સબંધીઓને ફોન કરી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં રુમ બુક કરી રહ્યા છે. 


ભારત-પાક મેચને લઈ ફ્લાઈટની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.  હોટેલ રૂમના ભાડાં પણ વધીને એક દિવસના 40 હજારથી માંડી 1 લાખ સુધી પહોંચી ગયા છે.  


મેચને લઈ અમદાવાદમાં સુરક્ષાને લઈ પોલીસનો એક્શન પ્લાન



  • અમદાવાદના 17 સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત

  • 7 હજાર પોલીસ કર્મીઓનું સુરક્ષા ચક્ર તૈયાર

  • NDRF, SDRFની ટીમને પણ તૈયાર રખાશે

  • SRP, RAF, CRPF, CISF, પેરામિલીટ્રી ફોર્સ  રહેશે તૈનાત

  • કોમી એકતા જળવાઈ રહે તે માટે 3 દિવસ પહેલા બંદોબસ્ત શરૂ થશે

  • સંદેવનશીલ વિસ્તારમાં પોલીસનું રાઉંડ ધી ક્લોક પેટ્રોલિંગ

  • બોડી વોર્ન કેમેરા, ડ્રોન, CCTV, મેટર ડિરેક્ટરથી કરાશે સતત મોનીટરીંગ

  • સ્ટેડિયમની અંદર, બહાર BDDS, ડોગ સ્કવોર્ડ સતત કરશે ચેકિંગ

  • અમદાવાદમાં મેચ જોવા સવા લાખથી વધુ પ્રેક્ષકો આવશે

  • 20 ટકાથી વધુ પ્રેક્ષકો VVIP, સેલિબ્રિટી, બિઝનેસમેન રહેશે

  • VVIP સ્ટેડિયમ સુધી લાવવા ખાસ તૈયારીઓ કરાશે

  • આસપાસની હોટલો સહિતની તમામ જગ્યાઓ પર ચેકીંગ કરાશે

  • પાકિસ્તાનની ટીમને પાયલટ એક્સકોટની સાથે વધારાની સુરક્ષા

  • એન્ટી ડ્રોન સિસ્ટમ પણ સ્ટેડિયમ આસપાસ લગાવાશે

  • DIG, IG રેંકના અધિકારીઓ પણ રાખશે સુરક્ષા પર નજર

  • ધમકીભર્યા મેઈલનું પણ વિશ્લેણ કરાઈ રહ્યું છે

  • અત્યાર સુધી ધમકી મળવા મામલે 2 ફરિયાદ નોંધી

  • પોલીસની સાયબર ક્રાઈમની ટીમ સોશલ મીડિયા પર સતર્ક

  • સાત હજાર પોલીસકર્મીઓ તેમજ 4 હજાર હોમગાર્ડ તૈનાત રહેશે

  • બંદોબસ્તમાં SRPની 13 ટીમો તૈનાત કરાશે


 ભારત-પાકની મેચને લઈ ફ્લાઈટના ભાવમાં જબરદસ્ત વધારો









અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત-પાકિસ્તાન વન ડે મેચને લઈ ફ્લાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. 13, 14 તારીખની ફ્લાઈટની ટિકિટના ભાવમાં બમણો વધારો થયો છે. દિલ્લી, મુંબઈથી અમદાવાદની ફ્લાઈટ હાઉસફૂલ છે. 13 ઓક્ટોબરે મુંબઈથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું બમણું થઈ ગયું છે.