અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે અને ફરી લોકડાઉનની વાતને અફવા ગણાવી છે.


આ અંગે ગુજરાત સરકારના અધિક મુખ્ય સવિચ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ લોકડાઉનનું સરકારનું કોઈ આયોજન નથી. લોકડાઉનની વાતો અફવા છે અને તદ્દન પાયાવિહોણી છે. આથી જાહેર જનતાને આવા કોઈ ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે નહીં દોરાવા જણાવવામાં આવે છે.

એટલું જ નહીં, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં અને પૂરતી સુવિધા હોવાનો સરકારે દાવો કર્યો છે.