હાલ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે લાખો ક્યુસેક પાણીની અનેક ડેમોમાં આવક થઈ રહી છે. ત્યારે અમદાવાદની સાબરમતિ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને પૂરની સ્થિતિ ન સર્જાય તેને લઈને તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે.
રાજસ્થાનમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પડે રહેલા ધોધમાર વરસાદને પગલે ધરોઈ ડેમમાં હજારો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને કારણે ધરોઈ ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે જેને કારણે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને સાબરમતિ નદી કિનારાના તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં સાબરમતી નદી કાંઠાના 30 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં સાબરમતી નદી કાંઠાના 30 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ધોળકાના 15, દસ્ક્રોઈના 10 અને બાવળાના 5 ગામોનો સમાવેશ થાય છે. આ 30 ગામના લોકોને સજાગ રહેવા અને નદીમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક મોટા ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે ત્યારે ધરોઈ ડેમમાં લાખો ક્યૂસેક પાણીની આવક થતાં અનેક નદીઓમાં પાણીની આવક જોવા મળી રહી છે. સંત સરોવર ભરાયા બાદ સાબરમતીમાં પાણી છોડવામાં આવશે. હાલ સાબરમતી નદીનું જળસ્તર રૂલ લેવલે સ્થગિત છે પરંતુ આવનારા સમયમાં તે ભયજનક સપાટીએ વધે તેવી સંભાવના છે.
રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સાબરમતી નદી બે કાંઠે વહેતી થાય તેવી સંભાવના છે. હાલ ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સંત સરોવરમાં ઠલવાશે. ત્યારબાદ સંત સરોવર ડેમ ભરાઈ ગયા બાદ વધારાનું પાણી સાબરમતીમાં ઠલવાશે. હાલ સાબરમતી નદીનું જળસ્તર રુલ લેવલ પર સ્થગિત છે.
સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે? અમદાવાદના કેટલા ગામોને કરાયા એલર્ટ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 11:07 AM (IST)
રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સાબરમતી નદી બે કાંઠે વહેતી થાય તેવી સંભાવના છે. હાલ ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સંત સરોવરમાં ઠલવાશે. ત્યારબાદ સંત સરોવર ડેમ ભરાઈ ગયા બાદ વધારાનું પાણી સાબરમતીમાં ઠલવાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -