ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ અમદાવાદ ખાતે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે બોલતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સેનાની કામગીરી આવકારદાયક છે. શંકરસિંહે ભારતીય સેનાની કામગીરી તો વખાણી પણ ભાજપ પર પ્રહાર કરવાનું ન ચૂક્યાં હતા. શંકરસિહે જણાવ્યં હતુ કે, બીજેપીના રાજમાં એગ્રો કલ્ચર પોલિસી અંગેના સરકારના દાવા ખોટા છે. 3 લાખ ખેડૂતો ઘટ્યા છે. અને ખેત મજૂરોની સંખ્યામાં વધારો થયો છે. યુપીએ સરકારની નીત ખેડૂતો માટે હિત કારક હતી. જે ખેડૂતો પાસેથી બાંધ્ય ભાવે ખરીદી કરીતા હતા. યુપીએ સરકારને તે સમયે 3 હજાર કરોડનું નુક્સાન થયુ હતું. બીજેપી સરકાર એમ.એસ.પી આપતી નથી. જેના લીધે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે.
બાપુએ વધુમાં જણાવ્યં હતું કે, 20 લાખ ખેડૂતો વીજ કનેક્શનથી વંચિત છે. ઉદ્યોગપતઓને આઉટ ઓફ વે જઇને કનેક્શન આપાયા છે. નર્માદાની કામગીરીને 2010માં પુરી કરવાની હતી પણ 2016 આવ્યુ હોવા છતા તેની કામગીરી પુરી થઇ નથી.
બાપુએ આવનારી ચુંટણીમાં જો કૉંગ્રેસની જીત થશે તો હોર્સ પાવર પ્રમાણે વિજળી આપવાની વાત કરી હતી. તેમજ વૈજ્ઞાનિક ભાવ રાખવાની વાત કરી હતી. તેમજ ખેડૂતો પર ચોરીના કેસ કરવામાં આવ્યા હશે તો તેને રદ્દ કરવામાં આવશે.