ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સફાઈ કામદારોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરે કામદારોની માંગોનો અસ્વીકાર કર્યો હતો.
સફાઈકર્મીની હડતાળને લઈ ત્રણ DYMCની કમિટી બનાવી હતી. સફાઈ કામદારોના 5માંથી 4 મુદ્દા મંજુર થયા છે. નવી શાસક પાંખ આવશે એ બાદ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે. કોન્ટ્રકટ પ્રથા ચાલી રહી છે, તે બંધ થાય એમ નથી. વારસાઈ અંગેનો જે મુદ્દો જે તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવા ખાતરી આપવામાં આવી છે. વયમર્યાદાના કારણે રિટાયર્ડ થયા એ લોકોને વારસદરની નોકરીના હક્ક અંગે ચર્ચા થઈ છે. અંતે સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ ગઈ છે.