અમદાવાદ:  અમદાવાદના નિર્ણયનગરની સ્વામિનારાયણ સ્કૂલ અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓના  વાલીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.  વાલીઓનો આરોપ છે કે શાળા સંચાલકો અચાનક જ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે તેમના બાળકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે. મોટી વાત એ છે કે પ્રાથમિક વિભાગમાં અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અહીં અભ્યાસ કરે છે અન્ય બાળકો હોય તો અન્ય શાળામાં એડમિશન લઈ લીધો છે પરંતુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ નો દાવો છે કે જો શાળા બંધ કરી દેવામાં આવે તો તેમને અન્ય સ્થાન પર પ્રવેશ કેવી રીતે મળશે.  જેને લઇને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. 


સંચાલકોનું કહેવું છે કે શાળા હાલ જર્જરી હાલતમાં છે, અગાઉ તેમણે ધોરણ 9 થી 12 નો વિભાગ બંધ કર્યો હતો અને ક્રમશઃ હવે પ્રાથમિક વિભાગ પણ બંધ કરવા જઈ રહ્યા છે. શાળાનું બાંધકામ હાલ ભયજનક પરિસ્થિતિમાં છે. જેથી આ શાળા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે એ હિતાવહ ન હોવાનું સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના રિપોર્ટમાં પણ સામે આવ્યું છે. જેથી તેઓ શાળા બંધ કરી રહ્યા છે. મોટી વાત એ છે કે શાળા સંચાલકો તરફથી શાળા બંધ કરવા માટે નિશ્ચિત સમય કરતા ઓછા સમયગાળામાં શાળા બંધ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેથી હવે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મારફતે શાળાની તપાસ કરીને શાળા બંધ કરવાની અરજી બાબતે નિર્ણય લેવામાં આવશે જોકે આ દરમિયાન કચેરી તરફથી વાલીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમના બાળકોને યોગ્ય શાળામાં પ્રવેશ આપવામાં આવશે. 


Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો


રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે.  બુધવારથી  ફરી કમોસમી વરસાદ વરસશે.  હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે. 


30 માર્ચના અમદાવાદ,  ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી,  દ્વારકા,  બોટાદ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. જ્યારે 31 માર્ચના અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચ જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદ પહેલાં મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર રહેશે.


જો કે, માવઠું પડતાં જ તાપમાનનો પારો નીચે જશે.  ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.  આજે અમદાવાદ,  ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે.  આ ત્રણેય શહેરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે.