Ahmedabad: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ ન મળવા મુદ્દે કહ્યું, માત્ર ગુજરાતમાં જ નહીં ક્યાંય એવો કાયદો નથી કે 10 ટકા બેઠક ન હોય તો વિપક્ષપદ ન મળે. પહેલા 5-10 વર્ષની માહિતી મળતી હવે 2 વર્ષની માહિતી નથી આપવામાં આવતી. ભાજપની ભગિની સંસ્થાઓમાં RTI એક્ટ લાગુ પડતો નથી. ADC બેન્ક હોય કે અન્ય ખાનગી સંસ્થાઓ ત્યાં કેમ RTI લાગુ નથી થતી. નગરપાલિકા, મહાનગરપાલિકા વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી,જીગ્નેશ મેવાણી ઉપર ત્રણ કેસ કેમ થયા, તેની હત્યા થવાની ભીતિ મેવાણી કરી ચુક્યા છે. હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયા ? ત્રણ ત્રણ ગંભીર કેસ થયા પણ ભાજપમાં ગયા એટલે પવિત્ર.


ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં કાળા કપડા પહેરી કર્યો સૂત્રોચ્ચાર


ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કાળા કપડાં પહેરીને પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો અને વેલમાં બેસી ગયા. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ મોદી-અદાણી ભાઈ ભાઈ અને કલ લડેથે ગોરોએ આજ લડેગે  ચોરોસે કહી હોબાળો માચાવ્યો હતો. જે બાદ અધ્યક્ષે તેમને દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું, દેશમાં નવા અંગ્રેજોનું શાસન પ્રસ્થાપિત થઈ રહ્યું છે.  આઝાદ ભારતમાં રાહુલે દેશની જનતાના અવાજ બનવાનું કામ કર્યું. યુવાનો, ખેડૂતો, મહિલાઓ મુદ્દે સવાલ ઉઠાવ્યા. રાહુલના સવાલથી સરકારને પેટમાં તેલ રેડાય છે. મિત્રો માટે દેશની સંપત્તિ લૂંટાવવામાં આવી. નવા અંગ્રેજો સામે કોંગ્રેસ નહીં ઝૂકે, બહુમતીના જોરે વિધાનસભામાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ છે.


ભરતસિંહ સોલંકીએ શું કહ્યું


ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,  દેશ દુનિયામાં ચિંતાના વિષયની વાત છે, દેશમાં જે પ્રકારે સાશન ચાલે છે તે જોતા લોકશાહી પર ખતરો થઈ રહ્યો છે. બંધારણ રહેશે કે નહીં ? કન્યા કુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી એ યાત્રા કરી.  એક વ્યક્તિ પર અમદાવાદ, સુરત સહિતની જગ્યાએ ફરિયાદો કરવામાં આવી. રાહુલએ અદાણી-મોદીની મિલીભગતની વાત કરી. જો રાહુલ ખોટા હોય તો તમે સંસદમાં વાત કરો, દેશને ગુલામ બનાવનાર અંગ્રેજો સામે લડત શરૂ થઈ હતી. કર્ણાટકમાં રાહુલના ભાષણ સામે પુર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. ન્યાયિક ઝડપી પ્રક્રિયા શા માટે કરાઈ, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરાઈ છે, યુપીમાં હાને ભાળી જનારે ખેડૂતોના 3 કાળા કાયદા પાછા ખેંચ્યા. રાહુલે ચાઈનાની વાત કરી, ભારતની જમીન પચાવી લેવાની પેરવી કરનાર ચાઈનાની વાત કરી હતી, અદાણી ને સહાય કરવી વ્યાજબી છે ? રાહુલ એ વિદેશમાં કેમ વાત કરી ...આ સવાલ ઉભા કરાયા. સોનિયા ગાંધીએ 2 - 2 વાર પ્રધાનમંત્રી બનવાની તક ને પણ જતી કરી હતી. હું ખાતરી થી કહું છું કે આગામી ચૂંટણીમાં કર્ણાટકની જનતા ભાજપને જાકારો આપશે.