અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે અમદાવાદમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો છે અને એક્ટિવ કેસો અમદાવાદ શહેરમાં જ 3 હજારને પાર થઈ ગયા છે. ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સંક્રમિત થયેલા લોકોને ફરીથી કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. LG હૉસ્પિટલના ત્રણ રેસિડેંટ તબીબ સહિત ચાર લોકો ફરી કોરોનાગ્રસ્ત થયા છે.

નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસો 4021 છે. તેમજ અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 26938 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 1737 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.