અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ  સ્કૂલ" ને "ગ્લોબલ ફોરમ ફોર એજ્યુકેશન એન્ડ લર્નિંગ" (જીએફઇએલ) દ્વારા શિક્ષણ ક્ષેત્રે અજોડ યોગદાન આપવા બદલ ટોચની પચાસ શિક્ષણ સંસ્થામાં  સ્થાન  આપવામાં  આવ્યું  છે, દુબઇ ખાતે યોજાયેલા ત્રણ  દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં લગભગ 37 દેશોમાંથી  આવેલા  300 શિક્ષણવિદોની હાજરીમાં "શાંતિ બિઝનેસ  સ્કૂલ"ના  ડિરેક્ટર ડો. નેહા શર્માએ સંસ્થા વતી "જીએફઇએલ" દ્વારા આપવામાં આવેલ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો.

"જીએફઇએલ" દ્વારા  યોજવામાં  આવેલા એક  રિસર્ચ અને  સર્વેમાં "ઓવર ઓલ  રીચ, ઇન્ડસ્ટ્રી ઈમ્પેક્ટ, સ્પિરિટ  ઓફ  ઇનોવેશન, ફ્યુચર  રેડીનેસ, અને  માર્કેટ  ડિમાન્ડ" જેવા  માપદંડોના  આધારે  આ  અવૉર્ડ "શાંતિ  બિઝનેસ  સ્કૂલ"ને  આપવામાં આવ્યો છે. "જીએફઇએલ" વૈશ્ચિક શિક્ષણ  ક્ષેત્રે  કામ  કરતી  એક  આંતર રાષ્ટ્રીય  સંસ્થા  છે.