Ahmedabad News: બે વર્ષ પહેલાના કબૂતરબાજીના કેસમાં છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ આરોપીઓને ઝડપવા માટે તેમના પર ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. વોન્ટેડ આરોપીઓની માહિતી આપનારને 25-25 રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમાં રાકેશ રાય, બિપીન દરજી, અમનદીપસિંહ, પંકજ પટેલ, ઝાકીર ઉર્ફે રાજુભાઈ યુસુફ શેખનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. કેટલાક આરોપી વિદેશમાં ફરાર થયા હોવાની આશંકા છે.
બે વર્ષ પહેલાના કબૂતરબાજીના કેસમાં છ વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ઈનામની જાહેરાત કરાઇ છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ઈમીગ્રેશન અને વિઝાની ઑફિસ ધરાવી ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કૌભાંડ અંગે બે વર્ષ પહેલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે કેસમાં મુખ્ય આરોપી બોબી પટેલ સહિત નવ આરોપીઓની અનેક દસ્તાવેજી પુરાવા સાથે ઝડપી લેવાયા હતા. જો કે આ કેસમાં હજુ કેટલાક આરોપીઓ ફરાર હોવાથી માહિતી આપનારને આરોપી દીઠ રૂપિયા 25 હજારનું ઇનામ જાહેર કરાયુ છે. જેમાં રાકેશ રાય ઉર્ફે રોબોર્ટ, બિપીન સોમાભાઇ દરજી, અમનદિપસિંઘ, પંકજ શંકરલાલ પટેલ, ઝાકિર ઉર્ફે રાજુભાઇ યુસુફ શેખનો સમાવેશ થાય છે. માહિતી પ્રમાણે ડિંગુચાનો કેસ સામે આવ્યા કેટલાક આરોપીઓ વિદેશમાં ફરાર થયા છે.
કબૂતરબાજીમાં થયો હતો મોટો ખુલાસો
કબુતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. એજન્ટોએ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી અધિકારીઓને જાણવા મળ્યું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી.
જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને કુલ ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. હાલ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે.