Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં આત્મહત્યાની છ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ આત્મહત્યાની ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ગુજ.યુનિ., વસ્ત્રાપુર, કાલુપુર, બાપુનગર, ખાડીયા અને કાગડાપીઠ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે.
વસ્ત્રાપુરમાં ઝેરી દવા પીને એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી, બાપુનગર ખાડીયા વિસ્તારમાં મહિલા અને વસ્ત્રાપુર કાલુપુરમાં પુરુષે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જો કે, આ આત્મહત્યાના કારણો અંગે કોઈ માહિતી સામે આવી નથી. શહેર એક જ દિવસમાં છ વ્યક્તિઓના આત્મહત્યાથી થયેલા મોતને લઈને ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદમાંથી એક ચોંકાવારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ખુદ હિન્દુ પંડિત હોવાની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ યુવકે અઢી મહિના પહેલા હિન્દુ સગીરા સાથે ખુદ હિન્દુ પંડિત હોવાનુ કહીને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા, જોકે, બાદમાં હિન્દુ સગીરાએ આધાર કાર્ડ જોતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં એક પછી એક લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યાં છે. આમાં વધુ એક ચોંકાવનારો દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
Crime News: વિદ્યાના ધામમાં વાસનાનો વેપલો! અનાથ વિદ્યાર્થિનીને ગૃહપતિએ બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial