Crime News: ભાવનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પાલીતાણાની વાળુકડ લોક વિદ્યાલય સંસ્થાનાં ગૃહપતિની કાળી કરતુત બહાર આવી છે. શિક્ષણ જગતને લાક્ષન લગાડનાર સંસ્થાના ગૃહપતિ દ્વારા એક અનાથ દીકરી સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભ રાખી દેવામાં આવ્યો છે. જે બાદ નરાધમ ગૃહપતિ અને વિનુ મિસ્ત્રી નામના શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા છે. સરસ્વતીના ધામમાં શિક્ષણ મેળવવા માટે આવતી વિદ્યાર્થિની સાથે આ ઢગો રાઘવજી ધામેલીયા પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ ગુજારતો હતો. જેનો ભાંડો ફૂટતા વાળુકડ સંસ્થાને પણ કલંકિત કરી છે.


આ ભાવનગરના પાલીતાણા તાલુકામાં આવેલ વાળુકડ લોક વિદ્યાલય સંસ્થા કે જ્યાં 400 જેટલી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ આ સંસ્થામાં રહીને અભ્યાસ મેળવતા હોય છે. આ સાથે જ અન્ય આસપાસના 20 ગામના વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ આ સંસ્થાના ગૃહપતિ દ્વારા એક અનાથ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ સમગ્ર બનાવ આજથી એક મહિના પહેલાનો છે. જેમાં પાલીતાણા રૂલર પોલીસમાં વિનુ ચૌહાણ મિસ્ત્રી નામના વ્યક્તિ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો જેની ધરપકડ કર્યા બાદ ફરધર નિવેદનમાં ગૃહપતિનો ભાંડો ફૂટતા પોલીસે આ નરાધમ ગૃહપતિને પણ ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.


જોકે હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ આ પ્રકારે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે કે કેમ તે દિશા તરફ તપાસ હાથ ધરાઈ છે. જો કે abp asmita ની ટીમ વાળુકડ લોક વિદ્યાલય સંસ્થામાં પહોંચી હતી એ સમયે સંસ્થાના સંચાલકો દ્વારા આ અંગે કશું પણ જણાવવા માટે તૈયાર થયા નહીં પરંતુ આ સંસ્થાના ગૃહપતિની કાળી કરતુત બહાર આવતાની સાથે જ સંસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.


સુરત સચિનમાં માતાએ તેમના બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયની હાલત ગંભીર હોવાથી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં તેમની હાલત સુધારા પર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના શું છે જાણીએ...


આપઘાત કરના મહિલાના આ બીજા લગ્ન છે, બંને બાળકો તેમના પહેલા લગ્નથી થયેલા છે. જો કે બીજી વખતના લગ્ન બાદ પણ તે પતિથી અલગ રહેતી હતી. બાળકોને કેમ મારવાનો પ્રયોસ કર્યો અને ખુદ પણ ક્યા કારણોસર જીવન ટૂંકાવવા ઇચ્છતી હતી. તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસે તપાસ આ મામલે તપાસ હાથ ધરી છે. હાલ બે બાળકો અને માતા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં ત્રણેયની સ્થિતિ હાલ સુધારા પર છે.