ગુજરાતમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનું લો પ્રેસર વરસાદી માહોલ લઈને રાજ્ય તરફ આવી રહ્યું છે. તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદમાં પણ બે દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં અધિકારી જયંત સરકારનાં જણાવ્યાં પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિગ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.