અમદાવાદઃ રેશ્મા પર ગંદા આક્ષેપ લગાવ્યા પછી આજે ચિરાગ પટેલે એસપીજીના રાષ્ટ્રીય કારોબારી સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામામાં લખ્યું છે કે, હું રેશ્માબેન અને પાસના કન્વીનર હાર્દિક પટેલને જણાવવા માગીશ કે મારા રાજીનામાંથી જો સમાજનું હિત તેમજ એકતા જળવાઈ રહે તેથી મારે કોઈ પુરાવા જાહેર કરવા નથી. તેમજ રેશ્માબેન કહેવા માંગીશ કે પાટીદારના હિતમાં કોઈ પ્રુફ જાહેર કરવા નથી અને મારા રાજીનામાંથી મારી બેન ખુશ હોય તો હું સ્વેચ્છાએ મારી રાજીખુશીથી રાજીનામું આપું છું.

તેણે પત્રમાં એમ પણ લખ્યું છે કે, હું રેશ્માબેનને અને હાર્દિકભાઈને તેમજ પાટીદાર સમાજને કહેવા માંગીશ કે અમારા લાલજીભાઈ પટેલ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર થોડા દિવસ પહેલા હાર્દિકભાઈએ આરોપ લગાવ્યા હતા તો જ્યારે હું રેશ્માબેન ઉપર આરોપ લગાવતો હોય અને હું રાજીનામું આપતો હોય ત્યારે હાર્દિકભાઈ તમારે પણ પાસમાંથી રાજીનામું આપવું જોઇએ.