અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે લોકડાઉન પછી ધંધા-રોજગાર ખુલ્લી રહ્યા છે. જોકે, શ્રાવણ માસની શરૂઆત છતાં ફૂલ માર્કેટમાં મંદીનો માહોલ છે. કોરોનાના કારણે ભગવાનને ફૂલો અર્પણ કરવાની મનાઈ હોવાથી ફૂલોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જેને કારણે ફૂલોના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે.
દર વર્ષે શ્રાવણ માસમાં ફૂલ માર્કેટ તેજી હોય છે. જોકે, કોરોનાને કારણે આ વર્ષે મંદી જોવા મળી રહી છે. એટલું જ નહીં, 4 મહિના ફૂલ માર્કેટ બંધ હતું. શ્રાવણ માસમાં ફૂલ માર્કેટમાં તેજી આવવાની વેપારીઓને આશા હતી. જોકે, આશા ફળી નથી. માર્કેટમાં ગુલાબ 120 રૂપિયે કિલો અને ગલગોટા કિલોના 60 રૂપિયા છે.