અમદાવાદ: SG હાઈવે પર લક્ઝુરિયસ કાર BMWમાં અચાનક લાગી આગ, પતિ-પત્ની અને પુત્રીનો બચાવ
abpasmita.in | 06 May 2019 09:09 AM (IST)
સોલા ભાગવત પાસે રસ્તા પર ચાલતી BMWમાં અચાનક આગ લાગી હતી. જોકે દુર્ધટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. આ દરમિયાન કારમાં પતિ-પત્ની અને પુત્રી સવાર હતાં.
અમદાવાદ: શહેરના સોલા ભાગવત પાસે રસ્તા પર ચાલતી BMWમાં અચાનક આગ લાગી હતી. જોકે દુર્ધટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. આ દરમિયાન કારમાં પતિ-પત્ની અને પુત્રી સવાર હતાં. કારમાં આગ લાગતા જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. રવિવારે સવારે એસજી હાઇવે પર લક્ઝ્યુરિઅસ બીએમડબલ્યુ કામમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સાથે જ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. શોર્ટસર્કિટને લીધે કારમાં આગ લાગી હોવાનું મનાય છે. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.