અમદાવાદ: સમગ્ર ગુજરાતની શાળાઓમાં આજથી વિધિવત ઉનાળુ વેકેશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પરંતુ શાળાના વેકેશન ખુલતાં જ વાલીઓને ઝાટકો લાગે તેવી સંભાવના છે. વાલીઓ પહેલાથી જ પોતાના વિદ્યાર્થીઓની મસમોટી ફીના કારણે પરેશાન છે ત્યારે હાલ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.
શાળાના વેકેશન ખુલતાં જ વાલીઓને પોતાના બાળકોની સ્કૂલ ફીમાં 5થી 10 ટકાનો વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય સ્કૂલ રિક્ષાના ભાડામાં પણ નવા સત્રથી વધારો થવાની શક્યતા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, સ્કૂલ ભાડામાં રૂપિયા 200નો વધારો થઈ શકે છે. આ સાથે બાળકોની સ્ટેશનરીમાં પણ 5 ટકા મોંધી થવાના એંધાણ દેખાઇ રહ્યા છે.
રાજ્યભરની શાળાઓમાં આજથી વિધિવત ઉનાળુ વેકેશનનો આરંભ થયો છે. આ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી છે. શનિવારે ઉત્તરવહી ચકાસણી અને વિવિધ વર્ગોના પરિણામની કામગીરી પૂર્ણ કરવાની સાથે જ હવે શિક્ષકો પણ 35 દિવસના વેકેશનની મોજ માણશે.
ગુજરાતની સ્કૂલોમાં ફીમાં વધારો થવાની સંભાવના? જાણો કેટલા ટકાનો વધારો થશે?
abpasmita.in
Updated at:
05 May 2019 02:35 PM (IST)
સમગ્ર ગુજરાતની શાળાઓમાં આજથી વિધિવત ઉનાળુ વેકેશનનો આરંભ થવાની સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પરંતુ શાળાના વેકેશન ખુલતાં જ વાલીઓને ઝાટકો લાગે તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -