અમદાવાદ: વડોદરાના હરણી તળાવમાં 12 બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુ બાબતે હાઇકોર્ટે સુઓમોટો પિટિશન સ્વિકારી છે. હૃદય દ્રાવક ઘટના હોવાની કોર્ટ નોંધ લીધી છે. જે બાદ હાઇકોર્ટે ગૃહ સચિવને સમગ્ર મુદ્દાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. તલસ્પર્શી તપાસ સાથેનો એક્શન ટેકન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આખા મામલાનું કોર્ટ સંજ્ઞાન લે તે માટે રજૂઆત થઈ હતી.
પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરે કર્યાં આ ખુલાસા
ગુરૂવારે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી ભયંકર બોટ દુર્ઘટનાએ 14 જિંદગો ભોગ લીધો હતો. આ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરસન્સમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટનાના પગલે લેવાયેલા ત્વરિત પગલા અંગે જાણકારી આપી હતી.
ગુરૂવારે બનેલી ગોઝારી કરૂણ ઘટનાના બાદ પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને અનેક ખુલાસા કર્યા હતા. પોલીસ કમિશન અનુપમ ગહેલોતે જણાવ્યું કે, દુર્ઘટનામાં 12 બાળક, 2 શિક્ષકના મોત થયા છે. દુર્ઘટના બાદ તુરંત રેસ્ક્યૂ ઓપરેશન કરી અન્યોને બચાવાયા હતા. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. મેનેજર, બોટ ચલાવનાર અને બોટ સેફ્ટીના 3 લોકોની અટકાયત કરવામાં આવી છે. કોટિયા કંપનીના ત્રણ પાર્ટનરની અટકાયત કરીને તેમની પૂછપરછ થઇ રહી છે. કંપનીના 15 પૈકી એક પાર્ટનરનું મૃત્યુ થયુ છે, પેટા કોંટ્રાક્ટ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે, બોટ કોણ ઓપરેટ કરતુ હતુ, કયાંથી બોટ આવી તેની તપાસ પણ હાથ પર છે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે, અ દુર્ઘટનામાં ફરિયાદમાં કુલ 18 લોકોના નામ છે,તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તપાસ માટે કોર્પોરેશન પાસેથી કરારના ડોક્યુમેન્ટ પણ લીધા છે અને તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ફરિયાદમાં કંપનીના 15 પાર્ટનરોના નામ છે, અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે તેમની પૂછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, કરાર થયા બાદ કુલ છ ડાયરેક્ટર હતા અને બાદ 9 થયા હતા. ટકાવારી પ્રમાણે કંપનીમાં પાર્ટનરો ભાગીદાર છે. અમૂક પાર્ટનરના એડ્રેસ જૂના નિકળ્યા છે,ભીમસિંહ યાદવ, રશ્મીકાંત પ્રજાપતિ અને અંકિત વસાવા, નયન ગોહિલ, શાંતિલાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં કોઈની શરમ રાખવામાં નહીં આવે પ્રેસ કોન્ફરન્સ દરિયાન અનુપમ ગેહલોતે જણાવ્યું કે,કોઇપણ પ્રકારના પક્ષપાત વિના તટસ્થ રીતે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.