Bajrang Dal Yatra: અમદાવાદમાં બજરંગ દળ શૌર્ય યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈનએ સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે તમારા સમાજના યુવાનોને સુધારો, જો આમ ન કર્યું તો આ મારી ચેલેન્જ છે કે અમે તમામ મસ્જિદોમાં ઘૂસીને હનુમાન ચાલીસાના પાઠ કરીશું. અમારી યાત્રામાં પથ્થરમારો કરનારા ખાસ સાંભળી લેજો.


સુરેન્દ્ર જૈનએ વધુમાં કહ્યું કે, આપ સહુનો કરણેશ્વર મહાદેવની નગરી કર્ણાવતીમાં સ્વાગત છે. અમદાવાદ ગુલામીની નગરી છે. અહમદ લૂંટારો હતો,સ્ત્રીઓનું શોષણ કરતો હતો. આવું નામ તમામ લોકોને શરમ આપનારું છે. અમદાવાદ નામ મંજુર નથી,આ નામ જેહાદનું પ્રતીક છે. અત્યાચારને યાદ અપાવનારું પ્રતીક છે. જ્યાં સુધી આ નામ રહેશે ત્યાં સુધી ગોળ ટોપી વાળા અને ટૂંકા લેંઘા વાળા આપણું અપમાન કરશે.


 



હું આ મેદની વતી ગુજરાત સરકારને અપીલ કરું છું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે. કિરીટ સોલંકીને સંબોધીને પણ સુરેન્દ્ર જૈનએ નિવેદન આપ્યું છે. સોલંકી સાહેબ હવે સહન નહિ થાય, ડબલ એન્જીન સરકારને જાણ કરો. અમારી માંગણી સ્વીકાર કરો અને નામ બદલીને કર્ણાવતી કરો.


આખો દેશ અમૃત મહોત્સવ મનાવી ચુકયો છે. ગુલામીના સ્મારકને આપણે ઉખાડીને ફેંકી રહ્યા છીએ. ગુજરાતની ધરતી ઉપર કેસરિયા પતાકા લહેરાય છે. જેહાદીઓ દેશના ટુકડા કરવા માગે છે. સુરતમાં હમણાં એક છોકરાએ સ્વીકાર કર્યો કે મૌલવી પૈસા આપતો હતો છોકરીઓ ભગાડવા માટે. તમારી માનસિકતા ત્યાં જ ખબર પડી જય છે. મુસ્લિમ મહિલાની ઈજ્જત ઘરની અંદર લૂંટાય છે એટલી બહાર નથી લૂંટાતી.


હવે ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદો બન્યો છે. VHP મુસ્લિમ વિરોધી નથી એ વાત સ્પષ્ટ કરી દઉં છું. કોઈને હિન્દુત્વના દર્શન કરવા હોય તો આવો ગુજરાત. તમામ બાજરંગીઓને આહવાન છે કે નવરાત્રીમાં જઈને આધાર કાર્ડ તપાસ કરો.આધારકાર્ડમાં હિન્દૂ ન હોય તેને પ્રવેશ ન આપો. કોઈ ગોળ ટોપીઓ નવરાત્રીના પ્લોટમાં ન જોઈએ. જનજાતિ સમાજ હિન્દુઓનું ગૌરવ છે,હતું અને રહેશે.


ભારતમાં અબ્દુલ કલામ પણ થઈ ગયા. એ તમારા ઉપર છે કે તમે બાબરને આદર્શ માનો છો કે નહીં. ગણેશ પંડાલમાં આ જ શહેરમાં માંસના ટુકડા નાખવામાં આવ્યા. ગુજરાતના મુસ્લિમોને આહવાન છે કે ગુજરાતીઓને મજબુર ન કરો. ગુજરાતીઓ મજબુર થાય છે તે તમે જોઈ ચુક્યા છો. હિંદુઓ ક્યારેય વહેંચાયા નથી કે નહી વહેંચાય. બજરંગદળની યાત્રા યુવાનોને તૈયાર કરી રહી છે.


ઈસાઈ મિશનરી,ધર્માંતરણ વિરોધમાં અમારી રેલીઓ નીકળી રહી છે. દક્ષિણ ગુજરાતના એક ગામમાં દીકરીની મા ને પાદરીએ ક્રોસીનના નામે ગોળી આપી. પણ એ ક્રોસીનની ગોળી ન હતી. ઈસાઈ મિશનરીઓનું મિશન બહુ જોરશોરથી ચાલી રહ્યું છે. મણિપુરમાં પણ આ જ લોકો છે. તમારા મંત્રોમાં તાકાત છે તો તમારા બળ ઉપર આગળ આવો. આમ સુરેન્દ્ર જૈનએ આકરા પ્રહારો કર્યા હતા.