અમદાવાદ: નિત્યાનંદ આશ્રમકાંડમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. સપ્ટેમ્બર 2018માં નિત્યાનંદના પાસપોર્ટની સમય મયાર્દા પૂર્ણ થઈ છે. નિત્યાનંદનું સ્પષ્ટ લોકેશન ન મળતા પોલીસને તકલીફ પડી રહી છે. હાલ તો ગાયબ બન્ને યુવતીઓની સાયબલ સેલ શોધખોળ કરી રહી છે.


અમદાવાદ ગ્રામ્ય પોલીસે આશ્રમમાંથી જે 60 જેટલા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ કબ્જે કર્યા છે તે તમામ ઇન્સ્ટ્રુમેન્ટમાં શુ વ્યવહારો થયા અને શું ડેટા છે તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ ના માંધ્યમાંથી નિત્યાનંદ સાથે બને આરોપીઓ સાધ્વીઓ સંપર્ક માં હોવાની આશંકા પોલીસે સેવી છે. જો ડેટા ડીલીટ થયો હશે તો એફએસએલ ની પણ મદદ લેવાશે અને ડેટા રિકવર કરાશે.

તમામ આશ્રમોના સંચાલકો સાથે ડિજિટલી સંપર્કમાં હોવાનું પોલીસનું અનુમાન છે. અમદાવાદ જિલ્લા પોલીસની ટિમ કર્ણાટક પણ તપાસ કરશે. નિત્યાનંદ પર નોંધાયેલા ગુનાની, પાસપોર્ટની વિગત, આશ્રમની વિગત, રેડ કોર્નર નોટીસની વિગત મેળવશે. બે દિવસથી કથિત ગુમ બહેનો સાથે પોલીસનો કોઈ સંપર્ક નથી.