સફાઈકામદારો કાલે બોડકદેવ ઝોનલ ઓફિસ સવારે 9 વાગ્યે એકત્ર થશે. ત્યારબાદ તમામ કામદારો મસ્ટર ઓફિસે વિરોધ નોંધાવશે. આજે પોલીસ ફરીયાદ દાખલ ન થતા હડતાલ યથાવત રાખી છે.
સફાઈ કર્મીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કર્યો હતો. DYMC ખરસાણ સામે ફરિયાદ નોંધવા ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સફાઈકર્મીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે જ્યારે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડી રહી છે.