Ahmedabad : અમદાવાદથી  તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.  આમદાવાદની ઘીકાંટા કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 2 જુલાઈ સુધી આ કેસમાં  તિસ્તા સેતલવાડની પૂછપરછ કરશે. સરકારી વકીલની ધારદાર દલીલો બાદ કોર્ટે તિસ્તા સેતલવાડના 1 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 


સરકારી વકીલની ધારદાર  દલીલો
અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં સરકારી વકીલ મિતેશ અમીને દલીલો કરી હતી. સરકારી વકીલે કહ્યું કે  સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યું અને અમે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો.ત્યારબાદ ફરિયાદની કાર્યવાહી કરી છે. અમે ફરિયાદમાં જરા પણ મોડું  નથી કર્યું.સુપ્રીમના જજમેન્ટ પછી તરત જ ફરિયાદ નોંધી છે, માટે તપાસ પણ તરત જ થવી જોઈએ.  તિસ્તા સેતલવાડની કસ્ટડીયલ તપાસ એટલા માટે જરૂરી છે કે તેણે જે ખોટા  સોગંદનામાં રજૂ કર્યા છે તે પણ સુપ્રીમ કોર્ટમાં કર્યા છે. તીસ્તાએ જે સોંગદનામા  રજૂ કર્યા છે જેમાં તેમને રેપ અને લૂંટ થયાની રજુઆત કરી હતી, તે કોના કહેવાથી  કર્યા હતા તેના માટે કસ્ટડીયલ તપાસની જરૂર છે. 


હવે SIT કરશે તપાસ 
ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે  SITની રચના કરી કરી છે. ગુજરાત પોલીસવડાએ SITની રચના કરી છે. આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


આ SITમાં 3 IPS અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. SOGના ACPનો બી.સી.સોલંકી સમગ્ર કેસની તપાસ કરશે. સાથે જ DCP ચૈતન્ય માંડલિક અને ATSના DIG દિપન ભદ્રન અને ATSના SP સુનિલ જોશીનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


 તિસ્તા સેતલવાડ પર શું છે આરોપો? 
તિસ્તા સેતલવાડ પર આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે. આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ  જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ  નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યાં હતા.