અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દારૂ સાથે ઝડપાયેલા આરોપી કરણ શેખાવતનો જેલમાં બનાવેલો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેલની અંદરથી આરોપી કરણે બહાર રહેલા ચાર શખ્સ સાથે ‘નાયક નહીં ખલનાયક હું મેં’ સોગ પર વીડિયો બનાવ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ તપાસ શરૂ કરી હતી.
આરોપી કરણ શેખાવતની મેઘાણીનગર પોલીસે 132 દારૂની બોટલ સાથે 7 માર્ચે ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. આરોપીએ તે દરમિયાનમાં તેના ચાર મિત્રો મળવા આવ્યા ત્યારે જ આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી કરણને પોલીસ સ્ટેશનમાં જેલમાં મોબાઈલ કોને આપ્યો તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ લોકઅપમાં જ સીસીટીવી કેમેરા હોય છે જે 24 કલાક કાર્યરત હોય છે તો પછી કેમ PSOનું કે અન્ય પોલીસકર્મીઓએ સીસીટીવીમાં ન જોયું.
અમદાવાદ: આરોપીએ જેલમાં જ ‘નાયક નહીં ખલનાયક હું મેં’ સોંગ પર બનાવ્યો ટિકટોક વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Mar 2020 11:49 AM (IST)
આરોપી કરણ શેખાવતની મેઘાણીનગર પોલીસે 132 દારૂની બોટલ સાથે 7 માર્ચે ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ તેને જેલમાં રાખવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -