અમદાવાદના આ પ્રખ્યાત હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખાતે ખસેડવાની કામગીરી તેજ

અમદાવાદમાં આવેલા આ મંદિરને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મંદિરને અન્ય જગ્યાએ ખસેડવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભક્તો કહી રહ્યા છે કે, આર્મી દ્વારા સુરક્ષાના કારણોસર ક્યારેક ગેટ બંધ કરી દેવામાં આવે છે.

Continues below advertisement

અમદાવાદ: શહેરમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મંદિરને અન્ય જગ્યાએ ખસેડવાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ અંગે ભક્તો કહી રહ્યા છે કે, આર્મી દ્વારા સુરક્ષાના કારણોસર ક્યારેક ગેટ બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ભક્તો દર્શન કરી શકતા નથી અને પરેશાન થાય  છે. લોકોના કહેવા પ્રમાણે આર્મીની સુરક્ષા જળવાય અને ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર ખસેડવામાં આવશે. રિવર ફ્રન્ટ પર સુરેન્દ્ર પટેલ દ્વારા જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે આ મંદિરને રિવરફ્રન્ટ પર લઈ જવામાં આવશે. તો બીજી તરફ મંદિર તરફથી કાગળ લખીને આર્મીને આપવામાં આવ્યો છે અને આર્મીએ આગળ પણ ફોરવર્ડ કર્યો છે. રાજ્ય સરકાર, AMC,આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ મંદિર ખસેડવામાં આવશે.

Continues below advertisement

પ્રસાદને લઈને પણ થયો હતો વિવાદ

પ્રસાદ અત્યાર સુધી મંદિરના પૂજારીઓ દ્વારા વહેંચવામાં આવતો હતો. કોરોનાને કારણે દોઢ વર્ષ પ્રસાદ વિતરણ બંધ હતું. છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણનું કામ ટ્રસ્ટી મંડળે લીધું છે. નોંધનિય છે કે અંદાજે 2 વર્ષ પ્રસાદ વિતરણ સંપૂર્ણ બંધ રહ્યું હતું. હનુમાન જયંતી બાદ ટ્રસ્ટીઓની બેઠક મળશે જે બાદ ફરીથી પ્રસાદ વિતરણ શરૂ થશે.

તો બીજી તરફ કેમ્પ હનુમાન દ્વારા હનુમાનજી જન્મોત્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. 15 એપ્રિલના સવારે 8 કલાકે હનુમાન યાત્રા નીકળશે. યાત્રા દરમિયાન 12 હજાર પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. 16 એપ્રિલના હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવશે જ્યારે 16 એપ્રિલની સવારે સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. બુંદીના પ્રસાદનું નવ ગ્રહ બનાવવામાં આવશે. આ ઉપરાંત મારૂતિ યજ્ઞ પણ કરવામાં આવશે અને ધ્વજા રોહણ પણ કરાશે. હનુમાન જયંતિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola