અમદાવાદ: જામનગરમાં બનનારા વિશ્વના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આ પ્રાણીસંગ્રહાલયને પડકારતી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. જામનગરમાં રિલાયન્સ ગ્રુપના સહયોગથી બનનારા વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને હાઇકોર્ટે હવે લીલીઝંડી આપી દીધી છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી રજૂ થયેલ જવાબ બાદ કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો છે. નોંધનીય છે કે, દેશ-વિદેશથી લાવનાર પ્રાણીઓના જીવ અને આરોગ્યની યોગ્ય કાળજી લેવાશે એવી ખાતરી કર્યા બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. હાઇકોર્ટમાં થયેલી અરજીમાં અન્ય દેશોમાંથી લવાનારા પ્રાણીઓ અને પક્ષીઓની સુરક્ષાનો ઉઠાવાયો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે હવે હાઈકોર્ટે તે અરજીને ફગાવી દેતા પ્રાણીસંગ્રહાલય બનાવવાનો રસ્તો સાફ થયો છે.


ગુજરાતના ગરબાને મળી નવી ઓળખ


Gujarat Famous Garba Dance: ગુજરાતને વધુ એક મોટુ માન સન્માન મળ્યુ છે, ગુજરાતનુ ગૌરવ વૈશ્વિક સ્તરે વધ્યુ છે, ગુજરાતાના સાંસ્કૃતિક વરસા એવા ગુજરાતી ગરબાને યૂનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતના પ્રસિદ્ધ પારંપરિક ગરબાને યૂનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. એક શીર્ષ અધિકારીએ શનિવારે કહ્યું કે, આગામી વર્ષના ચક્ર માટે નવીનત્તમ નામાંકન પર વિચાર કરવામાં આવશે.  


યૂનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગયા ડિસેમ્બરમાં કોલકત્તાના ‘દુર્ગા પુજા ઉત્સવ’ને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેરકરીને ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાને નામિત કરવા સાથે જોડાયેલા વિવરણને શેર કર્યુ હતુ.  


ગુજરાતના ગરબા: ભારતનું નેક્સ્ટ એલિમેન્ટ
ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોલકાતામાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર યુનેસ્કોની 2003 કોન્ફરન્સની આંતર-સરકારી સમિતિએ દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં સામેલ કરી હતી. “આગામી વર્ષના ચક્ર માટે નવીનતમ નામાંકન ધ્યાનમાં લેવામાં આવશે,” કર્ટિસે જણાવ્યું હતું. 2023ના મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા દ્વારા નામાંકન ફાઈલોની ચકાસણી કરવામાં આવશે અને સમિતિના 2023 સત્ર માટેના નામો આવતા વર્ષના અંત સુધીમાં નક્કી કરવામાં આવશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી અને તેનું શીર્ષક ‘ગુજરાત કા ગરબાઃ ઈન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ’ હતું. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે “ફાઈલ હાલમાં સચિવાલયની તકનીકી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.”


આ પણ વાંચો.......... 


WhatsApp Features: હવે માત્ર ચેટિંગ એપ નહીં, વોટ્સએપ બની રહ્યું છે સુપર એપ, JioMart સાથે મળીને શરૂ કરી આ ખાસ સેવા


Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા


China: ચીનમાં ફરી કોરોના સંકટ, દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક માર્કેટ અસ્થાયી રીતે બંધ


GSET 2022 Registration: GSET 2022 માટે રજિસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા સંબંધિત તમામ વિગત


Rohit Sharma Asia Cup: હોંગકોંગ વિરુદ્ધ જીત મેળવતા જ રોહિત શર્મા બનાવશે મોટો રેકોર્ડ, ધોનીને પાછળ છોડી દેશે


Horoscope Today 30 August 2022: આજે આ 5 રાશિ પર ગ્રહોની ચાલની પડશે મોટી અસર, જાણો કેવો રહેશે તમારો દિવસ


Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?