અમદાવાદ:  રાજ્યમાં કાયમી ધોરણે ઓબીસી કમિશનની નિમણૂકની માંગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. રાજ્ય સરકાર પરિપત્રના આધારે કમિશનના વડાની નિમણૂક કરે તે પૂરતું નહીં હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. હવે આ મામલે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. શા માટે કાયમી ઓબીસી કમીશનની સ્થાપના નથી થઈ તેવા કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા.  નિવૃત્ત જજની અપોઈન્ટમેન્ટ એ કમિશનની રચના ન ગણાય તેવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી.


કમિશનની સ્થાપનાના મુદ્દે સરકાર ઠોસ પગલાં ઉઠાવે તેવી કોર્ટે તાકીદ કરી હતી. અન્ય પછાત વર્ગના સમાવેશ અને તે અંગેની કાર્યવાહી અને જ્ઞાતિઓને પછાત વર્ગમાંથી બહાર મુકવાની કામગીરી માટે સ્થાયી ઓબીસી કમિશન જરૂરી હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં પિટિશન થઈ છે. હવે આ મમાલે 2 માર્ચ સુધીમાં સરકારે જવાબ રજૂ  કરવાનો રહેશે.


તો બીજી તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ OBC વિરોધી માનસિકતા ધરાવે છે.  એટલા માટે હજુ સુધી OBC કમિશનની રચના નથી કરી. આ બાબતે હાઈકોર્ટે ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. કમિશન ન હોવાને કારણે OBC સમાજનાં લોકો જરૂરી માંગણીઓ અને અનામતથી મળવાનાં લાભથી આજે પણ વંચિત છે.


ગુજરાતમાં ક્યારથી તાપમાન ઘટશે


ગુજરાતમાં આગામી 72 કલાક બાદ તાપમાન ઘટશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વાતાવરણ સૂકું રહેશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે


રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધી ગયુ છે. તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ છે અને ગરમીનું પ્રમાણ વધી ગયુ છે. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. આ ઉપરાંત રાજ્યના કેટલાક શહેરોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે. હવામાંન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, પશ્ચિમ ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. આગામી 13મી ફેબ્રુઆરીથી વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.