અમદાવાદઃ અમદાવાદની ધારા નામની યુવતીનું વર્ષ 2022માં અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી દીધો હતો. પોલીસે આ મામલે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. યુવતીની હત્યામાં સામેલ સુરતના ભુવા, તેના ભાઇ સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના  પાલડી વિસ્તારની ધારા નામની યુવતીની સાયલામાં હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયાનો ખુલાસો થયો હતો.  સુરતના સુરજ સોલંકી નામના ભુવા, તેના ભાઈ, મિત્રો સહિત 8ની સંડોવણી બહાર આવી હતી. સુરતનો ભુવો ધારાને જૂનાગઢ લઈ ગયો હતો.  જ્યાં સુરજે ધારા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ચોટીલાના વટાવસ ગામની સીમમાં રાત્રિના સમયે કારમાં લઈ ગયો હતો  જ્યાં સુરજના મિત્ર મિતે ધારાને દુપટ્ટાથી ગળેટુંપો આપી હત્યા કરી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.


પોલીસે જણાવ્યું હતુ કે  હત્યા કર્યાં બાદ સુરજ, મિત, ગુંજન જોશી, યુવરાજે ધારાના મૃતદેહને સળગાવી પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.  જ્યારે જુગલ શાહના નામાના આરોપીએ ધારાનો મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો અને આરોપી મુકેશે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સંજય સોહલિયાને ધારાના કપડા પહેરાવી કારમાં બેસાડવામાં આવ્યો હતો.  જ્યારે મિતની માતાને ઘટનાને લઈ આરોપીઓએ તમામ હકીકત જણાવી હતી. જેથી મિતની માતા મોનાબેન ધારાના કપડા પહેરી ઘરેથી નીકળ્યા હતા. જો કે આખરે મુંબઈથી પગેરૂ નીકળતા ધારાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.


પોલીસે જણાવ્યું હતું કે પાલડી પોલીસ સ્ટેશનમાં મૃતકના ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. મૃતક ધારાએ સુરત, મિત સાથે જૂનાગઢથી પરત ફરી હતી. ચોટીલા નજીક વટાવસ ગામે ધારાને લઇ ગયા હતા. બાદમાં મિતે ધારાને ગળેટુંપો આપી મારી નાખી હતી.


Ahmedabad: ધર્માંતરણ બાદ પણ જનજાતિ તરીકેનો લાભ લેતા લોકો સામે આદિવાસી સમાજે કરી લાલ આંખ, અમદાવાદમાં યોજી વિશાળ રેલી


અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  "સિંહગર્જના" ડી-લિસ્ટીંગ મહારેલીનું આયોજન આજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.


સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી લગભગ એક લાખ જનજાતિ સમુદાયના લોકો આ રેલીમાં ભાગ લેશે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ જગન્નાથ મંદિર દર્શન કરી રેલીની શરૂઆત કરાવશે. આદિવાસીમાંથી ઈસાઈ, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન આપવાની માગ કરવામાં આવી રહી છે. ધર્માતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.


ધર્માતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા બંધારણીય રાહે પગલા લેવાની માગ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યભરમાંથી આદિવાસીઓ પહોંચી રહ્યાં છે. NID બ્રિજ, દધીચી બ્રિજ અને રાણીપથી રેલી સ્વરૂપે આદિવાસી લોકો સભા સ્થળે પહોંચશે. મહારેલી બાદ સભા સ્થળે હજારો આદિવાસીઓને સંબોધન કરાશે. સાબરમતી રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજોના સમયથી આદિવાસી સમાજને છેતરીને ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે