અમદાવાદમાં દારૂ પીવા માટે નવી પરમિટ માંગનારાના પ્રમાણમાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અચાનક જ દારૂ પીવાની નવી પરમિટ માંગનારાઓની સંખ્યામાં 70 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે દારૂ પીવાની નવી પરમિટ માંગનારાઓની સંખ્યા 1201 હતી જ્યારે આ વર્ષે પ્રથમ છ મહિનામાં 160 જ લોકોએ દારૂ પીવાની પરમિટ માટે અરજી કરી છે.
નવી પરમિટ માંગનારાઓની સંખ્યામાં ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર છે. ચૂંટણી, મોંઘવારી, કડક નિર્ણયની અસર તેના પર જોવા મળી હતી. સિવિલમાં ગયા વર્ષે પ્રતિ મહિને સરેરાશ 100થી વધુ આવતી અરજી હતી જે આ વર્ષે ઘટીને થઈ 26 થઇ ગઇ છે. દારૂની પરમિટ માંગનારાના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હોય એવું ઘણા વર્ષો બાદ બન્યું છે. સિવિલ હોસ્પિટલમાં મે મહિના સુધી નવા અરજદારો 76 હતા અને જૂન મહિનામાં તે વધીને કુલ 160 થયા છે. અમદાવાદ જિલ્લાના અરજદારો હેલ્થ પરમિટ માટે સિવિલ હોસ્પિટલમાં આવે ત્યારે તેમણે નવા અરજદારે રૂપિયા 20 હજાર હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવા પડે છે. આ સિવિય પરમિટ રીન્યૂ માટે 40 થી 50ની વયજૂથમાં લોકોને માસિક ત્રણ યુનિટ માટે 14000 રૂપિયા અને 50થી 60 વર્ષની ઉંમરની કેટેગરીમાં 19000 રૂપિયા અને 60 કે તેથી વધુની ઉંમરની કેટેગરીમાં 20,000 રૂપિયા જમા કરવા પડે છે.
ગત વર્ષે રોગ કલ્યાણ સમિતિને 2.40 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે આ વર્ષે આ આવક 20 લાખ રૂપિયાથી પણ ઓછી છે. નિષ્ણાંતોના મતે દારૂ પીવાની પરમિટની અરજીઓમાં ઘટાડા પાછળ અનેક કારણ જવાબદાર છે. આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે પરમિટ મંજૂર કરવામાં કડક નિયંત્રણો હતા અને જેના કારણે નવા અરજદારો ઘટ્યા હતા.
પહેલા જાણો ભારતમાં ક્યાં સૌથી વધુ દારૂ પીવામાં આવે છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) ના ડેટા દર્શાવે છે કે ભારતમાં દારૂનું સેવન સતત વધી રહ્યું છે. ગરીબ લોકો મહત્તમ 26.6% દારૂ પીવે છે. ગરીબ મહિલાઓ પણ ઓછી માત્રામાં દારૂ પીવે છે, પરંતુ પુરૂષો કરતા ઓછો. જ્યારે માત્ર 12.8% અમીર પુરુષો જ દારૂ પીવે છે.આ આંકડો જૂની માન્યતાને તોડી નાખે છે કે દારૂ એ અમીરોનો શોખ છે. અરુણાચલ પ્રદેશમાં સૌથી વધુ લોકો (52.6%) દારૂ પીવે છે, જ્યારે રાજસ્થાનમાં સૌથી ઓછા લોકો (11%) દારૂ પીવે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ આલ્કોહોલ (Alcohol)ને ઝેરી, વ્યસનકારક અને આદત બનાવનાર પદાર્થ તરીકે ગણાવ્યો છે. ઉપરાંત, તે કેન્સરનું મુખ્ય કારણ પણ બની શકે છે. સારા સ્વાસ્થ્ય જાળવવા માટે, નિષ્ણાતો દારૂને સંપૂર્ણપણે છોડી દેવાની ભલામણ કરે છે.
ડબ્લ્યુએચઓ કહે છે કે આલ્કોહોલ (Alcohol) પીવાથી જે નુકસાન થાય છે તે આલ્કોહોલિક પીણાં (વાઇન, બીયર વગેરે)ને કારણે થતું નથી, પરંતુ આલ્કોહોલ (Alcohol)ના સીધા સેવનથી થાય છે. આલ્કોહોલ (Alcohol) પીવાથી સ્ત્રીઓમાં આંતરડાના કેન્સર અને સ્તન કેન્સર જેવા સામાન્ય કેન્સર સહિત ઓછામાં ઓછા સાત પ્રકારના કેન્સરનું જોખમ વધે છે. જ્યારે ઇથેનોલ (આલ્કોહોલ (Alcohol)) શરીરમાં પ્રવેશે છે ત્યારે તે જૈવિક પ્રક્રિયાઓ દ્વારા કેન્સરનું કારણ બને છે. મતલબ કે તમે ગમે તેટલો મોંઘો કે સારી ગુણવત્તાનો આલ્કોહોલ (Alcohol) પીવો, જો તેમાં આલ્કોહોલ (Alcohol) હોય તો કેન્સરનો ખતરો રહે છે