અમદાવાદમાં એક વ્યક્તિને ઓઢવના કોન્સ્ટેબલે ધમકી આપી છે. વ્યક્તીની દીકરીના ફોટો-વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીની બહેનપણી સાથે મળીને આ કાંડ રચી 15 લાખની ખંડણીની માંગણી કરી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આખરે બન્ને અટકાયત થઈ ગઈ હતી.

નિકોલમાં રહેતા એક વેપારી એમ્બ્રોડરી કારખાનું ધરાવી વેપાર કરે છે. પરિવારમાં બે પુત્રી, એક પુત્ર અને પત્ની છે. વેપારીની 22 વર્ષની પુત્રીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી હાલ ઘરકામ કરે છે. ગત 22 મીએ એક અજાણ્યા નંબર પરથી આ વેપારીને મિસ્કોલ આવ્યો હતો. જેથી કોલબેક કરતાં ફોન કરનારે નામ પૂછીને ફોન મૂકી દીધો હતો. ત્યાર બાદ વોટ્સએપ મેસેજ આવ્યો હતો.

ફોન કરનારે વેપારીને મેસેજમાં કહ્યું કે તારી દીકરી કોલેજ કરતી હતી ત્યારે કેવા કેવા ધંધા કરતી હતી કોની સાથે ફરતી હતી એ બધા ફોટો અને વીડિયો છે. મારાં સુધી પહોંચવાની કોશિશ કરશો તો આ બધાં ફોટો-વીડિયો વાયરલ કરી દઈશ. આવી ધમકી આપી ફોન અને મેસેજ કરનારે 15 લાખની ખંડણી માગી હતી.

તપાસ કર્યાં બાદ વેપારી સાયબર ક્રાઈમ પહોંચ્યા હતા જ્યાં તેમણે પણ તપાસ કરી અને સાયબર ક્રાઈમે પણ તપાસ કરી તો ઓઢવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દશરથસિંહ નવલસિંહ પરમારે આ મેસેજ કોલ કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું. વેપારી પર ફરી ફોન મેસેજ આવતાં આટલા 15 લાખની કિંમત હમણાં વ્યવસ્થા નહીં થઈ શકે તેવું કહેતા કોન્સ્ટેબલએ ધમકી આપી કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે થોડો સમય જેલમાં રહીને બહાર આવીશ પછી નુકશાન તને જ થશે. આ બાબતોને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં પોલીસે કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર અને અન્ય યુવતી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી જોકે આખરે બન્નેની અટકાયત થઈ ગઈ હતી.