supreme court: અમદાવાદ શહેરમાં ખાનગી બસના પ્રવેશના વિવાદ  મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ખાનગી બસના પ્રવેશના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટ મોટો ચુકાદો આપ્યો હતો. ખાનગી લકઝરી બસના સંચાલકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે લકઝરી સંચાલકોની અરજી ફગાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હવે શહેરમાં સવારના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખાનગી લકઝરી બસો પ્રવેશ કરી શકશે નહીં. અગાઉ ગુજરાત હાઇકોર્ટે ખાનગી લકઝરી બસોને શહેરમાં ચોક્કસ સમય સુધી પ્રવેશબંધી ફરમાવી હતી. સિંગલ જજના નિર્ણયને હાઈકોર્ટની ખંડપીઠે પણ યથાવત રાખ્યો હતો.


ખાનગી લકઝરી સંચાલકોની એક જ માંગ હતી કે વર્ષ 2004માં 18 જેટલા રૂટ પર 24 કલાક લકઝરી બસોની આવન-જાવનને મંજૂરી આપવામાં આવી હતી. આ રૂટ પર મંજૂરી યથાવત રાખવામાં આવે. જોકે હાઈકોર્ટે લકઝરી સંચાલકોની આ માંગને ફગાવી દીધી હતી.


ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે જે લોકો લકઝરી બસની સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી ટ્રાવેલ્સ સંચાલકોની છે. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ટ્રાન્સપોર્ટેશનને ક્યારેય એક સમાન રીતે જોઈ શકાય નહીં.


2004માં 18 વૈકલ્પિક માર્ગો પર 24-કલાક પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. હાઇકોર્ટે તે રસ્તાઓ પર મંજૂરી યથાવત રાખવાની ખાનગી બસ સંચાલકોની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે પૂછ્યું કે શું છેલ્લા 18 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે? કોર્ટે કહ્યું કે છેલ્લા બે દાયકામાં વાહનો વધ્યા છે, ટ્રાફિક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે અને અકસ્માતો વધ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે કોઈ નક્કર ડેટા વગર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને કેવી રીતે અયોગ્ય ગણાવી શકાય. જેઓ લક્ઝરી બસ સુવિધાનો ઉપયોગ કરવા ઈચ્છે છે તેમના માટે વ્યવસ્થા કરવા માટે ઓપરેટરો જવાબદાર છે.


કોર્ટે કહ્યું કે સાર્વજનિક પરિવહન અને સામાન્ય નાગરિકો માટે ખાનગી વાહનવ્યવહારને સમાન ગણી શકાય નહીં. કોર્ટે વૈકલ્પિક માર્ગની દરખાસ્તને ફગાવી દીધી હતી. ખાનગી ટ્રાવેલ એજન્સીઓ તરફથી પ્રોફેશનલ એમ્પ્લોયમેન્ટના અધિકાર અને RTO નિયમોને ટાંકીને ડિવિઝન બેન્ચ સમક્ષ નોટિફિકેશનને પડકારવામાં આવ્યું હતું.