Ahmedabad News: ગુજરાતીઓમાં છેલ્લા થોડા સમયથી કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે. કેનેડા જવાની ઘેલછામાં ઘણા લોકો સાથે છેતરપિંડી થતી હોય છે. આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, યુવાનોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. કેનેડા જવા માટે 28 લોકોના બોગસ બાયોમેટ્રીક કરાવ્યા હતા. આરોપીઓએ ખોટા બાયોમેટ્રીક એપોઇન્ટમેન્ટ લેટર બનાવ્યા હતા. જેને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે, આ ત્રણ પૈકી એક વીએફએસ ઓફિસનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે.


કેનેડાના વિઝા-વર્ક પરમિટના નામે ઠગાઇ


કેનેડા સહિત વિદેશમાં વર્ક પરમીટ તથા સ્ટુડન્ટ વિઝા અપાવવાના નામે નાણાં પડાવી બોગસ જોબ ઓફર લેટર પકડાવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચનાર અમદાવાદ-ગાંધીનગરના આરોપી દંપતિ પૈકી  આરોપી મહિલાએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ નકારી કાઢી હતી.


સુરતના અડાજણ ખાતે યોગી કોમ્પ્લેક્ષમાં રહેતા ફરિયાદી માનસીબેન હેમેશ બરુવાલાએ ગાંધીનગર-અમદાવાદ ખાતે ફોરીસ પ્રેપ ઈન્ટરનેશનલ પ્રા.લિ.ના  આરોપી સંચાલક દંપતિ આકાશ  વિનોદ મહેતા તથા તેમના પત્ની પ્રિયંકા મહેતા(રે.સાધના એટીપીએલ સોસાયટી,ત્રિ-મંદિર અડાલઝ) વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં ગઈ તા.4 થી જુલાઈના રોજ ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કારસા બદલ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ આરોપી  મહેતા દંપતિએ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી કેનેડાના વર્ક પરમીટના વિઝા બનાવી આપવાનું કહીને બોગસ ડોક્યુમેન્ટ તથા જોબ ઓફર લેટર કેનેડાની સરકારમાં રજુ કર્યા હતા.જેથી કેનેડાની સરકારને ફરિયાદી તથા અન્ય સાક્ષીઓને પાંચ વર્ષ સુધી કેનેડામાં પ્રવેશ પર પાબંધી લગાવી દીધી હતી.આરોપી દંપતિએ કુલ 8.67 લાખની ઠગાઈ કરી હતી.


આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચની ધરપકડથી બચવા આરોપી પ્રિયંકા મહેતાએ  આગોતરા જામીન માટે માંગ કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીના પતિએ મુખ્ય આરોપી સબ એજન્ટ ઈરફાન ફારૃક ઉમરજી વિરુધ્ધ અલગથી ફરિયાદ નોંધાવી છે.વિઝાની પ્રોસેસ માટે કંપની સબ એજન્ટ ડોક્યમેન્ટ આપ્યા હતા.જેમણે અનેક લોકોને છેતર્યા છે.  અગાઉ પણ ગુજરાતમાં અન્ય વિઝા એજન્ટ દ્વારા લોકોને ગેરકાયદે કેનેડા તથા ત્યાથી અમેરિકામાં મોકલતી વખતે બોર્ડર પર હીમ વર્ષા કે નદીમાં ડુબી જવાથી ઘણાં પરિવારના સભ્યો મોતને ભેટેલા છે.માત્ર પૈસા કમાવવાના હેતુથી આ લોકો  માસુમ લોકોના જીવ દાવ પર લગાવી દેતા પણ અચકાતા નથી.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial