નવરંગપુરા દાદા સાહેબના પગલાં પાસેની પ્રતિમા સોસાયટીમાં રહેતા નેહાબહેન (36 વર્ષ)નાં લગ્ન 2015માં શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ સામેના મણિભદ્ર એન્કલેવમાં રહેતા લલિત બાફનાં સાથે થયાં હતાં. લલિત બાફના તેમના પરિવારના સભ્યો સાથે ન્યૂ કલોથ માર્કેટમાં કલાવતી ફાઇનાન્સ લિમિટેડ નામની પેઢી ધરાવે છે. લગ્નના 1 જ મહિના બાદ નેહાબહેનને ખબર પડી હતી કે લલિતને અનેક છોકરીઓ સાથે આડા સબંધ છે.
આ અંગે નેહાબહેને સાસુ અને સસરાને ફરિયાદ કરતાં તેમણે નેહાની વાતને ગણકારી નહોતી. નેહાબહેને મોટા સસરા દીપચંદ બાફના અને મોટા સાસુ નારંગીદેવીને ફરિયાદ કરી હતી. તેમણે પણ લલિતનો પક્ષ લઈને નેહાને હેરાન પરેશાન કરવા માંડી હતી. નેહાની બે નણંદ સંજના હાર્દિક શાહ અને સોનિયા તરુણ શાહ પણ નેહા વિરૂધ્ધ થઈ ગઈ હતી. ફરિયાદી નેહાબહેન બાફનાના જણાવ્યા પ્રમાણે, બે વર્ષ પહેલાં તેમની તબિયત સારી ન હોવાથી તે આરામ કરતાં હતાં ત્યારે સાસુએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. રે પતિ લલિતે મારઝૂડ કરી હતી અને પિયરમાં મૂકી ગયો હતો. ત્યાર બાદ તે લેવા ન આવ્યો.
ગુજરાત યુનિર્વસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે, નેહાબહેને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવીને પતિ લફરાબાજ હોવાનું લખાવ્યું હતું. આ વાત સાબિત કરવા માટે નેહાબહેને તેના પતિ લલિતના 10 છોકરીઓ સાથેના અશ્લીલ ફોટા પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા.